
ન
નિષ્ણાત સલાહકાર
કૃષિ નિષ્ણાત
અનાજ સંગ્રહ અને સાચવણી
ખેત ઉત્પાદન મેળવ્યા પછી તેનો યોગ્ય સંગ્રહ ન થાય તો મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે. સાચવણીની વૈજ્ઞાનિક રીતો દ્વારા આ નુકસાન ઘટાડી શકાય છે.
ભેજનું પ્રમાણ
અનાજને સંગ્રહતા પહેલાં તેને બરાબર સુકવવું જોઈએ. અનાજમાં ભેજનું પ્રમાણ ૧૦% થી ઓછું હોવું જોઈએ.
મેટલ બિન્સ (Metal Bins) નો ઉપયોગ
કોઠી કે ગારની કોઠી કરતા લોખંડની કોઠીઓ (Metal Bins) વધુ સુરક્ષિત છે. તે ઉંદર અને જીવાત સામે રક્ષણ આપે છે.
કુદરતી ઉપચારો
લીમડાના પાન અથવા દિવેલનો મોણ આપીને પણ અનાજને લાંબા સમય સુધી જીવાત રહિત રાખી શકાય છે.
Keywords:
#Grain Storage #Post Harvest #Farmer Tips #અનાજ સંગ્રહ #સાચવણી


